લતા એક દંતકથા’ -પુસ્તક વિષે કેટલીક વાતો

BOOK REVIEWMAY 2024

6/3/20241 min read

લતાજીના જન્મ દિવસ પર પુસ્તકની જે વાત કરી હતી તે હાલમાંજ વાંચીને પૂરું કર્યું. પુસ્તક નહિ પણ જાણે વીતેલા જમાનાની નાનકડી સંગીત ની સફર પૂરી કરી હોય તેવું લાગ્યું. પુસ્તક ના મૂળ લેખક છે શ્રી હરીશ ભીમાણી સાહેબ કે જેઓ રેડીઓ કાર્યક્રમ ના સંચાલક તેમજ ઉદઘોસક તરીક ખુબ પ્રખ્યાત થઇ ચુક્યા છે તેમ છતા પણ પુરા ભારતમાં મહાભારત ટીવી શ્રેણી ના સુત્રધારસમયતરીકે વધુ ઓળખાય છે. પુસ્તક વાંચ્યા પછી તેમની એક લેખક તરીકેની ઓળખાણ પણ યાદ રાખવા જેવી છે. મૂળ તો પુસ્તક અંગ્રેજીમાં ૧૯૯૫ માં પ્રગટ થયલું છે પણ ડો. શરદ ઠાકરજી કરેલો પુસ્તક નો ગુજરાતી અનુવાદ ૨૦૦૬ માંલતા એક દંતકથાને નામે પ્રગટ થયો છે.

લતાજી ના વિદેશ પ્રવાસ ના કાર્યક્રમ માટે સુત્રધાર/ઉદ્ઘોષક તરીકે લેખકની પ્રથમ વાર લતાજીના વ્યવસાયિક વર્તુળમાં પ્રવેશથી લઈને ૧૪ વરસ ના સમય ગાળા માં લતાજી ના અંતરંગ વર્તુળમાં આવા સુધીના અનુભવોમાં થી પુસ્તક નો પીંડ બંધાયો છે. પુસ્તકને સંપૂર્ણ રીતે તો લતાજી ની જીવની ના કહી શકાય પણ તેમના જીવન ની ઘણી અંગત વાતો , તેમના વિશે લોકમાનસ માં પ્રચીલિત વાયકાઓ, તેમના કારકિર્દી ના સંઘર્ષ વગેરે ની વાતો ખુબ ઊંડાણ પૂર્વક ચર્ચવામાં આવી છે. સાથે સાથે લતાજી ની સાથે સંકળાયેલી કેટલીયે અલભ્ય તસ્વીરો પણ આપી ને જાણે સોના માં સુગંધ ભળી હોય તેવું લાગ્યું.

૪૫૦+ પાનાઓ ને ૨૦ પ્રકરણો માં પથરાયેલું પુસ્તકના ભૂતો ના ભવિષ્યજેવા લતાજી ની ખુબ નજીક થી પરિચય ને મુલકાત કરાવે છે. મારા જેવા નવી પેઢી ના વાચકો ને હિન્દી ફિલ્મ સંગીત ના વીતેલા જમાનાની કેટલીય અજાણી વાતો, તે વખત ના સંગીત નિર્માણ ની વાતો, દિગ્ગજ કહી શકાય તેવા સંગીત નિર્દેશકો ને કલાકારો નો પરિચય, વગેરે જાણવા મળી શકે છે. ઉદાહરણ પૂરતા કેટલાક નામો જોઈએતો, ખેમચંદ પ્રકાશ, ગુલામ હૈદર, અનીલ બિસ્વાસ, નૌશાદ, વસંત દેસાઈ , ખૈયામ, સી. રામચંદ્ર, મદન મોહન, સલીલ ચોધરી, હેમંત કુમાર, જયદેવ, વગેરે. લતાજી નો કૈક અંશે આંતરમુખી કહી શકાય તેવો સ્વભાવ ને જાહેર માં ખુબ ઓછુ બોલવા વાળા વ્યક્તિ રહ્ય છે. એટલે આટલા પ્રસિદ્ધ ને લોકલાડીલા વ્યક્તિત્વ સાથે અને વાતો -વાદ -વિવાદ જોડવું પણ નિશ્ચિતજ છે. તેમાં પણ લતાજી જેઓ કોઈપણ વાતનો ખુલાસો કે જાહેર નિવેદનો પણ જલ્દીથી નાં આપે એટલે તેમની આજુ બાજુ એક દંતકથા સમું આવરણ છવાય જવું ખુબ સ્વાભાવિક છે. આવીજ કેટલીક વાતો ના ઉદાહરણ જોઈએતો, તેઓ બીજી કોઈ ગાયિકાને પોતાની કારકિર્દી બનાવા નથી દેતા, તેઓ ખુબ રૂપિયા કમાતા હોવા છતાં લોકો ને ખાસ મદદ નથી કરતા, વગેરે.

મેં અત્યાર સુધીના સાંભળેલા/વાંચેલા દુનિયાભરના મહાનુભાવો વિષે કહી શકાય કે એક વાર તેમની કારકિર્દી પ્ર્થાપિત થયા પછી તેમને પડતી પણ જોવીજ પડી છે ને તેમની કારકિર્દી નો સૂર્ય પણ આથમ્યો છે પણ મારા મતે લતાજી એવા વ્યક્તિ છે કે જેમની કારકિર્દી માં ક્યારેય પડતી નથી આવી પણ વર્ષો ના વર્ષે પ્રગતિજ સાધી છે. એવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નહિ હોય કે તેમની લોકચાહના ને પ્રગતી નો સૂર્ય હમેશા માધ્યાનેજ તપે છે. ને પાછળ છે સંગીતને માટે એક સંપૂર્ણ સમર્પિત જીવન, પોતાના સંગીત ના નિયમો વિરુધ કોઈપણ પ્રકાર ની બાંધ છોડના કરવાની જીદ, હરેક ગીતમાં એક સંપૂર્ણ ને પોતાની શ્રેષ્ઠ ગાયકી નું નિરૂપણ.

લતાજી, અમિતજી વગેરે મહાનુભાવો ની જીવન જરમર જોઈએ તો તેમના વય્ક્તીતવની કેટલીક વાતો ખુબ મળતી-જુળતી છે. પોતાના શેત્રમાં પોતાની શ્રેષ્ઠા થી કામ કરવું, આટલી ઉમર થાય પછી પણ એટલીજ શિસ્ત પૂર્વક કામ કરવું, કામ વખતે જેટલી પણ વાર રિહર્સલ કરવું પડે તો પણ જરાપણ કંટાળવું નહિ, કોઈપણ ગીત/શુટિંગ વક્તે સમય પહેલા આવી જવું. જાહેર જીવનમાં હમેશા નમ્ર ને વિવેકી સ્વભાવ રાખવો. હજી પણ કોઈ નવી રચના/કે પાત્ર સામે આવે તો કઈ નવું શીખવાની તૈયારી રાખવી, જેટલું અઘરું કામ એટલીજ કામ કરવાની વધુ તાલાવેલી. મારા મતે આજે પણ, આટલા વર્ષે, જો આવા મહાનુભાવો ને કામ કરવા માટે જો કાઈ પ્રોત્સાહિત કરતુ હશે તો કાઈ નવું કરવાની ચાહ કે નવી કોઈ ચુનૌતી ને પડકારવાનુજ હશે નહિ કે કોઈ આર્થિક વળતર કે કીર્તિ ની અપેક્ષા.

આમ તો પુસ્તક માં એટલા બધા પ્રસંગો ને વાતો છે કે તેમનો અછડતો પણ અહીં ઉલ્લેખ કરવો શક્ય નથી. એટલે પુસ્તક વિષેની બીજી કેટલીક માહિતી સાથે લતાજી ની કેટલીક જાણી-અજાણી વાતો તરીકે અહીં ખુબ ટૂંક માં મૂકી છે. ડો. શરદ ઠાકર તેમની પ્રસંગો ની ગુથણી ને લખાણ ની પ્રવાહિતા માટે ખુબ જાણીતા છે પણ પુસ્તકના, મારા મતે, અનુવાદ માં તેમની કલમ ની સશકતા અનુભવી નથી શકાતી ને અજાણે તેમની સરખામણી બકુલ દવે ના અમિતાભ બચ્ચન વિશેના ગુજરાતી પુસ્તક ના અનુવાદ સાથે થઇ જાય છે. કદાચ તેમને અનુવાદ માટે ની કેટલીક મર્યાદાઓ નડી હશે. ખેર, અનુવાદની કુત્રીમતા તરફ જો ધ્યાન ના દેવાય તો ગુજરતી માં પુસ્તક આપવા માટે શરદજી નો ખુબ ખુબ આભાર માનવોજ પડે. હરેક સંગીત ને લતા પ્રેમીઓએ વસાવા જેવું પુસ્તક. હિન્દી ફિલ્મો ના અભ્યાસુઓ માટે પણ ખુબ ઉપયોગી પુસ્તક.

લતાજી ની કેટલીક જાણીતી-અજાણી વાતો

૧. લતાજી આમ આમ તો અડધા ગુજરતી છે તે જાણી આપણે ગુજરાતીઓ વિશેષ અભિમાન લઇ શક્ય છીએ. તેઓના માતા ગુજરાતી હતા (તેમના પિયરની બીજી અટક પણ ગુજરાતી હતી ) ને તેમનું નામ શેવંતી હતું ને તેમના નાના શેઠ શ્રી હરિદાસ રામદાસ લાડ, થાળનેર નગર ના ખુબ આગળ પડતા વેપારી ને જમીનદાર હતા !

૨. લતાજી ને દારૂ થી સખત નફરત છે, ને તેમની હાજરી માં કોઈ શરાબ લે તે પણ પસંદ નથી કરતા.

૩. લતાજી ને સફેદ સાદી ને જુદા જુદા કલર ના પાલવ નો ખુબ શોખ છે.

૪.તો હમેશા કોઈ પણ ગીત ને પ્રથમ પોતાના અક્ષરોમાં ઉતારી લેછે ને પછીજ ગાય છે.

૫. તેઓ સ્ટેજ કે રેકોર્ડીંગ સ્ટુડીઓ માં જયારે પણ પ્રવેશે છે ત્યારે તેઓ ખુલ્લા પગેજ આવે છે.

૬. તેમને ચટપટી વાનગીઓ ને મીઠાઈઓ પણ ખુબ ભાવે છે ને ખુબ શોખ થી ખાય છે.

૭. તેમની દ્રષ્ટિ તેમનું સર્વાંગ સંપૂર્ણ ગીત મદન મોહનજી તૈયાર કરેલુંબૈરન નીંદ ના આયે મોહે …’ ,ચાચા જિંદાબાદ ફિલ્મનું છે.

૮. તેમની મનગમતી ફિલ્મ છે પડોસન જે તેઓ અવાર નવાર જોતાજ હોય છે.

૯. ફોટોગ્રાફી નો તેમને ખુબ શોખ છે એમાં પણ પોરટ્રેટ લેવા તેમને ખુબ ગમે છે,

૧૦. લેકિન ફિલ્મ નુંયાર સીલી સીલીજેવું અઘરું ગીત ફક્ત તેમના એકજ પ્રય્તનમાં લેવામાં આવ્યું હતું.

૧૧. લતાજી નું ઓપી નૈયર સાથે એક પણ ગીત નથી જે સંગીત રસિકો માટે હમેશા કોયડા સમાન રહ્યું છે ( પુસ્તક માં તેનો પણ ઉલ્લેખ છે ને તેઓ નું એક બીજા સાથે કામ ના કરવાનું કારણ એક નાની એવી ગેર સમજણ બતાવામાં આવ્યું છે !)

૧૨.તેઓ ઈજિપ્ત ની ગાયિકા ઉમ્મે કુલસુમ ના પ્રશંસક છે.

૧૩. લતાજી ને પેરીસ બ્રાંડ ના અતરો ખુબ ગમે છે, ને તેમને દાગીનામાં હીરાનો પણ ખુબ શોખ છે.

૧૪. તેઓ ૪/૫ ફિલ્મો માં ઉપનામે સંગીત પણ આપ્યું છે.

૧૫. તેમણે ત્રણ હિન્દી ને એક મારાથી ફિલ્મ નું નિર્માણ પણ કર્યું છે.

૧૬.મેહેલ ફિલ્મ ના ખુબ જાણીતા ગીતઆયેગા આને વાલા..” માટે પુરસ્કાર ચૂકવાયો હતો.

૧૭. તેમણે સૌથી વધુ ગીતો (૬૯૬) લક્ષ્મીકાંત -પ્યારેલાલા માટે ગાયા છે.

૧૮. સૌથી વધુ યુગલ ગીતો ( ૪૪૦) રફીજી સાથે ગાયાં છે.

૧૯. પાકિસ્તાન ચાલી ગયેલા ગાયિકા ને અદાકારા નુરજહાં તેમના ખુબજ નિકટ ના મિત્ર હતા.

૨૦. સૌથી વધુ તેમણે ગાયિકાઓ સાથે ગયેલા ગીતો (૭૪) આશાજી સાથે છે.

પુસ્તક વિષેની માહિતી

પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યલય

કીમત : ૩૦૦ રૂપિયા

અનુવાદક: ડો. શરદ ઠાકર

એક્સ્ટ્રા બાઈટ: ફિલ્મ સંગીત ના રસિયાઓ માટે જલસો છે , ગૂગલ ફિલ્મ સંગીત માટે નું પોતાનું પૂરું કલેકસન બનાવી રહ્યું છે, હજી પ્રાથમિક પગથીયે છે પણ જલ્દીજ તે વિકસતું થઇ જશે તેવી આશા છે.

- સૌરભ મેહતા