મારા મનગમતા બાળ સાહિત્ય ને પાત્રો વિષે કેટલીક વાતો !
JULY 2024
8/7/20241 min read
હાર્ બોયઝ-શ્રોત વિકિપીડિયા
આજે પસ્તી વાળા પાસે થી ખુબ જૂની મિયા ફૂસકી ની ચોપડી મળી ગયી ને તેને વાંચતા મન બાળપણ માં વાંચેલા કેટલાક સાહિત્ય ને પાત્રો ની યાદ પાછી તરોતાઝા થઇ ગયી. આજે કેટલીક વાતો મારા મનગમતા બાળ સાહિત્ય ને પાત્રો વિષે !
ટિન ટિન: મારું મનગમતું ને પ્રિય પાત્ર આજે પણ કયારે એના કાર્ટૂન આવે છે ત્યારે જોઈ લાવ છુ. નાના પણ માં એના પરાક્રમ ની દરેક ચોપડી વાંચી છે , ભવિષ્ય માં એના પુસ્તકો નો આખો સેટ વસાવો છે. જયારે પણ એને જોવ કે એના વિષે સાંભળું ત્યારે મન બાળપણ માં ખોવાય જાય છે ને એની જેમ સાહસ કરવા નીકળી જવાની ખુબ ઈચ્છા થવા લાગે છે. બાળ પણ માં મારા લત્તા ના મિત્રો સાથે અમે ટિન ટિન રમતા , આજે પણ તે મિત્રો સાથે મળ્યે તો તે વાતો યાદ કરી ને હસયે છે પણ દરેક મિત્ર ના મન માં મારી જેમ ટિન ટિન ની જેમ સાહસ કરવા નીકળી પડવાની અદમ્ય ઈચ્છા થયા કરે છે. મેં ક્યાંક વાંચ્ય તું કે સ્પીલ બર્ગ ટિન ટિન પર ફિલ્મ બનવી રહ્યા છે ને ૨૦૧૧ માં તે રીલીઝ થવાની છે , અત્યારથી તે ફિલ્મ માટે ખુબ ઇન્તેઝાર રેહશે.
હાર્ડી બોયઝ : મારા બીજા મનગમતા પત્રો, આમ તો આમની શ્રેણી માં ઘણા બધા પુસ્તકો છે પણ મેં લગભગ ૨૦ જેટલા પુસ્તકો વાંચ્યા છે, ને હવે બાકી ના ભાગો પણ મારી વાંચન યાદી માં સામેલ કર્યાં છે. બાળપણ માં આના પુસ્તકો વાંચી ને જાસુસ થવાનું બહુ મન થતું સ્કુલ માં કોઈ વસ્તુ કે કઈ ખોવાય જાય તો બંદા પોતાની જાસુસી દિમાગ થી જરૂર ખાખા ખોળાં કરવા લાગી જતા , પણ દુખ સાથે જાણવાનું કે એકાદ બે કિસ્સા સિવાય કોઈ પણ કિસ્સા માં સફળતા મળી નોતી. છતાય આજે પણ કયારે આ પુસ્તક વાંચતા જાસુસી ના મિજાજ માં જરૂર આવી જવાય છે.
અમર ચિત્ર કથા-શ્રોત ઈન્ટરનેટ પરથી
ટિન્કલ-શ્રોત વિકિપીડિયા
અમર ચિત્ર કથા ને ટિન્કલ: મારી મનગમતી ચોપડીઓ , અમર ચિત્ર કથા માં તો બાપરે કેટ કેટલી વાર્તાઓ વાંચી છે , આપડા પૌરાણિક શાસ્ત્રો માં મને રસ લેતો કર્યો હોય તો તેનું પૂર્ણ શ્રેય અમર ચિત્ર કથા ને જાય છે , ને ત્યાર બાદ આવે છે ટિન્કલ તેમાં આવતી , તંત્રી ધ મંત્રી , શિકારી શમ્ભુ, સુપેંદી , રામુ અને શ્યામુંમારી સૌથી વધુ મનગમતી વાર્તાઓ , ત્યાર બાદ ટિન્કલ માં આવતો વચ્ચે ના પાના માં GK નો વિભાગ ને અનુ ક્લબ સૌથી વધારે પસંદ , વિજ્ઞાન માં રસ પડવાનું કારણ પણ અનુ ક્લબ છે. કેટલી સરળ રીતે તેમાં વિજ્ઞાન ના નિયમો સમજાવા માં આવતા. આ બધા માટે એક “અનંત પાઈ અંકલ ” ને જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા છે , તેમને લીધે મારા જેવી કેટલી પેઢી તૈયાર થઇ હશે , આપડી સરકાર કે તેમને પદ્મ ઇન્કાલ્બ માટે પસંદ નહિ કર્યાં હોય તે એક રહસ્ય છે. પણ કઈ વાંધો નહિ “પાઈ અંકલ” અમારા જેવા વાંચકો ના દિલો ના સમ્રાટ તરીક રાજ કરો છો , આપની દીર્ધ આયુ માટે ભગવાન ને પ્રાર્થના.
ચાચા ચૌધરી ને પ્રાણ ના કેટલાક પાત્રો: ચાચા ચૌધરી, સાબુ , રાકા, પીન્કી , બિલ્લુ , પહેલવાન , બાપરે કેટ કેટલા પાત્રો આપ્યા છે પ્રાણ સાહેબે , હજી પણ જયારે વાંચવા મળે છે ત્યારે નાનાપણ માં જેટલો આનદ મળતો એટલોજ આજે પણ મળે છે. પ્રાણ સાહેબ ને શત શત પ્રણામ.
બકોર પટેલ ને પશુ જગત-શ્રોત ઈન્ટરનેટ પરથી
બકોર પટેલ ને પશુ જગત : અફલાતુન શ્રેણી , લગભગ બધાજ પુસ્તકો આ શ્રેણી ના વાંચ્યા છે. અદ્ભુત લેખન છે , બાળકો ને તેની સાથે સરસ મજાની એક પશુ જગત ની મુલકાત કરાવી લે , આપણે હમેશા થાય કરે કે આપડા વિશ્વ ની સાથે પશુ જગત પણ સહ અસ્તિત્વ માં છે. બાળકો ની કલ્પના ને ખૂલું આકાશ મળી જાય આવી સાદી ને સરળ વાર્તાઓ. બકોર પટેલ , પટલાણી, બાંકુ ભાઈ મુનીમ , વાઘજી ભાઈ વકીલ, વગેરે કેટ કેટલા પાત્રો છે દરેક મારા મન ગમતા.
વીર છેલ ભાઈ , મિયા ફૂસકી , છકો-મકો, સિંહાસન બત્રીસી, વગેરે કેટલી બધી વાર્તાઓ વાંચી છે, આજે પણ જયારે આ બધાં ને યાદ કરું છુ ત્યારે પાછુ બાળ પણ માં પહોચી જવાનું મન થી જાય છે. ફૂલવાડી મારું ત્યારે મનગમતું વાર્તા નું છાપુ (ત્યારે છાપા ના રૂપ માં આવતું , હાલ માં તો કાઈ ખબર નથી ) , તેમાં આવતી હર વેકેશન માં રંગ પુરવાની હરીફાઈ માં હોશથી ભાગ લેતો ને હમેશા લાગતું કે બંદા ને ઇનામ જરૂર મળશે પણ , કયારે આશ્વાશન ઇનામ પણ ના મળતું ત્યારે થોડ દિવસ બહુ દુખ લાગતું. ખરે ખર મોટા થવા માં આવી કલ્પનાની દુનિયા માં ખોવાનો આનદ પણ ખોઈ બેઠા હોય એવું લાગે છે.
અણી સિવાય ના પણ કેટલાક પુસ્તકો ને પાત્રો છે જે હમેશા બાળપણ ની યાદ અપાવતા રહે છે , મુંબઈ સમાચાર માં આવતી ચિત્ર પટ્ટીઓ આજે પણ એટલીજ ગમે છે , હાલ માં ગુજરાત સમાચાર હર શનિવાર આવતી ચિત્ર પટ્ટી પણ એટલીજ પસંદ પડે છે. આવા પુસ્તકો ને દરેક સર્જકો ને આ પોસ્ટ સાથે સો સો સલામ .
આવીજ રીતે કયારેક વાત કરવી છે , મનગમતા ટિ . વી પ્રોગ્રામ ને કાર્ટૂન ફિલ્મ્સ ની કે જેનાથી બાળપણ ખુબ સરસ કલ્પનાઓ માં પસાર થયું છે. જેટલી વાતો બીજા પુસ્તકો ને પત્રોની અહીં રહી ગયી છે તેપણ પછી ફરી કયારે.
- Dr. Saurabh Mehta