એક સરસ રાજકીય થ્રીલર નોવેલ-‘Chanakya’s Chant ‘ !!
MAY 2024BOOK REVIEW
6/3/20241 min read


ભારતીય રાજકારણ જેના પ્રદાન ને નામ વગર અધૂરું ગણાય તેવા પ્રખર રજનીતીગ્ય એટલે વિષ્ણુગુપ્ત , જેઓ ‘ચાણક્ય’ ના નામે ખુબ પ્રખ્યાત છે, તેમેના દ્વારા અપાયેલી કે લખાયેલી ચાણક્ય નીતિ આજે પણ આટલા વર્ષે એટલીજ પ્રસ્તુત છે જેટેલી તે વખતે હતી. રાજકારણ ના પાયા સમાન ચાણક્ય નીતિના સુત્રો ના રચિયતા એવા ચાણક્ય ભારત વર્ષ માં એક આદર્શ રાજકારણી રહ્યા છે ને ભારતીય ઈતિહાસ ના દરેક મોટા નેતાઓ ની કોઈ ના કોઈ સમયે તેમની સાથે સરખામણી જરૂર થઇ હશે ! તેઓ ભલે પોતે રાજા કે સમ્રાટ ના બન્યા પણ તેમની કીર્તિ કોઈ રાજા કે સમ્રાટ કરતા ઓછી નથી. ભારતવર્ષ ના પહેલા ચક્રવતી સમ્રાટ એવા ચંદ્રગુપ્ત ના રાજ્ય કાળ થી શરુ કરી ને અખંડ એવા ભારતવર્ષ નો પાયો નાખવામાં તેમનો બહુમુલ્ય ફાળો રહ્યો છે ! તેથીજ તેઓ ઈતિહાસ નું એક ચીરકાલીન પાત્ર ને લોકો ના રસનો વિષય રહ્યા છે, આજે પણ તેમના ચાણક્ય નીતિ સુત્રો આધારિત કેટલાય પુસ્તકો કેટલીય ભાષામાં પ્રગટ થયા છે તો નાટકો, સીરીયલો, વગેરે પણ એટલાજ બન્યા છે !
ચાણક્ય ના જીવનકાર્ય ને તેમના પાત્ર આધારિત વધુ એક પુસ્તક પણ શુષ્ક શુષ્ક લખાણો કરતા એક રસમય પોલીટીકલ થ્રીલર નોવેલ ના રૂપ માં રજુ કર્યું છે આશ્વિન સાંઘી એ. આ પુસ્તક ના રજુ થાય ના ખુબ ટૂંક સમય માં ભારતીય નોવેલો ની બેસ્ટ સેલેર લીસ્ટમાં સ્થાન પામ્યું છે ને હજી પણ એટલુજ લોકપ્રિય રહ્યું છે. આ નોવેલ આમ તો અશ્વિન ની બીજીજ નોવેલ છે પણ ભારતીય એંગ્રેજી નોવેલ માં ખુબ જડપથી પોતનું નામ ટોચ પર લાવી દીધું છે. અશ્વિન વ્યવાસ્યે તો એક આન્ત્રોર્પ્રોનર છે પણ ઈતિહાસ, માયથોલોજી, રાજકારણ ને ધર્મ ઉપર લખવું ખુબ ગમે છે. પોતાની ફુરસદે પોતાના મનગમતા વિષયે લખતા રહે છે. હાલ માં તેઓ પોતાના બીઝનેસ સાથે સાથે ક્રેઅટીવ રાઈટીંગ માં યેલે જેવી પ્રતિસ્થ યુનીવરસીટીમાં થી Phd કરી રહ્યા છે.
નોવેલ માં વાત છે ૨૩૦૦ વર્ષ પહેલા ભારત ના કાલ ખંડ ની કે જયારે વિષ્ણુ ગુપ્ત નામનો એક બ્રાંમણ અખંડ ભારત નું સપ્ન સેવે છે ને પોતાના આ સપનાને સાકાર કરવા શરુ કરે છે પોતાનું રાજકીય જીવન જે એને એક સામાન્ય શિક્ષક માંથી બનાવી દે છે એક વિચક્ષણ રાજકરણી ચાણક્ય. નોવેલ માં ૨૩૦૦ વર્ષ પછીના ભારતની પણ વાત સાથે સાથે ચાલે છે જેમાં ગંગાસાગર મિશ્ર નામનો એક બ્રાંમણ ઝૂપડપટ્ટી માં જન્મેલી બાળકી ને વડાપ્રધાન ની ખુરશી સુધી પહોચાડવાની પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા શરુ કરે છે રાજકારણ ની આડી-અવળી , ઉભી-સીધી રાજરમત. લેખેકે ૨૩૦૦ વર્ષ પહેલા ના ચાણક્યે ખેલેલી રાજરમત આજે પણ કેટલી પ્રસ્તુત છે તે ખુબ અદભુત રીતે બતાવ્યું છે. વાંચક ને જકડી રાખે ને હરેક ચેપ્ટરે હવે શું થશે તેવી ઉત્કંઠા જગાડે તેવી સરસ નોવેલ લખી છે. ૪૫૦ જેટલા પાના ને ૨૦ ચેપ્ટર માં પથરાયેલી આ નોવેલ લેખેક ખુબ બધા સંસોધનને આધારે લખી છે. નોવેલ ને ફીકસન વાંચવાનું પસંદ કરતા દરેક વાચકમિત્રોએ વાંચવા જેવી નોવેલ. નોવેલ માટે અશ્વિન તેમજ અમયે નાયકે તૈય્યાર કરેલા શક્તિ મંત્ર પણ ખુબ સરસ રીતે સંગીતબદ્ધ કરવામાં આવ્યો છે. રસ ધરાવતા વાચક મિત્રો અહીં તે મંત્ર ને માણી શકે છે. લેખકના જણવ્યા પ્રમાણે આ નોવેલ પર થી ફિલ્મ બનવાના હક્કો વેહ્ચાય ગયા છે ને જલ્દીજ આ નોવેલ ફિલ્મ રૂપે જોવા મળે તો નવાઈ નહિ લાગે. આ નોવેલ તેમજે લેખક વિષે વધુ માહિતી મેળવા વાચક મિત્રો અહીં મુલાકાત લે. ફ્લીપકાર્ટ ઉપર આ નોવેલ ની પેપર બેક આવૃત્તિ ૩૫ ટકા ના માતબર વળતરે ઘરબેઠા મેળવી શકે છે.
એક્સ્ટ્રા બાઈટ: ચાણક્ય ને કેન્દ્રવર્તી પાત્ર બનાવીને મિહિર ભુતા દ્વારા લિખિત ને મનોજ જોશી જેવા કસાયેલા કલાકાર દ્વારા દિરદક્ષિત ને અભિનીત નાટક ‘ચાણકય‘ જોવુજ રહ્યું ! આ નાટક વિષે વધુ વાત ફરી કયારે પણ જો વાચક મિત્રો ને પોતાના શહેર માં આ નાટક જોવા મળે તો ચૂકવું નહિ , નાટક પછી એક વિચાર , એક અલગજ અનુભૂતિ લઈને દર્શકો ઘરે જશે તે નક્કી !!
- સૌરભ મેહતા